|
|||||||||
·
સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ), ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ દ્વારા
અમલમા મુકાયેલ પરિયોજના છે.
·
સર્વ શિક્ષા અભિયાન ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમા પ્રારંભિક શિક્ષણના
સાવત્રીકરણ માટેનો કાર્યક્રમ (UEE) છે. જે ભારતના બંધારણીય નિયમ ન.૮૬ ની જોગવાઈ
અનુસાર સમય મર્યાદાને આધીન થઇને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત
શિક્ષણ આપવા માટે નિમાયેલ અભિગમ છે.
·
આ કાર્યક્રમ હેઠળની મુખ્ય પ્રવૃત્તિઓ જેવીકે નવી શાળાઓનું બાંધકામ કરવું, શાળામા સુધારાના કામ કરવા જેવા કે નવા વર્ગખંડનું નિર્માણ કરવું, શૌચાલય, પાણીની વ્યવસ્થા તથા શાળાની સમારકામ માટેની
ગ્રાન્ટ ફાળવવી જેવી જવાબદારીઓ પૂર્ણ કરવા બંધાયેલ છે.
·
આ ઉપરાંત અપૂરતા શિક્ષકની સંખ્યામા નવા શિક્ષકોની નિમણુંક કરી વર્તમાન
શિક્ષકોને તાલીમ આપી શિક્ષણ વ્યવસ્થા વધારે મજબુત કરવી, શ્રેષ્ટ શિક્ષણ સામગ્રી વિકસાવવી, તથા ક્લસ્ટર, બ્લોક અને જીલ્લા લેવલમા પ્રસ્થાપિત કરી
જીલ્લા સ્તરે શૈક્ષણિક માળખાને મજબુત કરવા માટેનું યોગદાન આપવાનો છે.
·
એસ.એસ.એ. જીવન કૌશલ્ય સહીતનું ગુણવત્તા વાળું પ્રારંભિક શિક્ષણ આપવા માંગે
છે. આ સાથે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તથા શાળા બહારના અથવા તો અલગ તરી આવતા
બાળકો ઉપર ખાસ ધ્યાન આપી તેઓને કમ્પ્યુટરનું જ્ઞાન આપી આજની જીવનશૈલીને સમકક્ષ
બનાવવા માંગે છે.
સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ..એ) ની મુખ્ય પ્રવૃતિઓ
|
About Us
Subscribe to:
Posts (Atom)